#સંઘર્ષ
સંઘર્ષ
કર સંઘર્ષ તું તારા અસ્તિત્વ માટે
કર સંઘર્ષ તું તારા સ્વાભિમાન માટે
કર સંઘર્ષ સફળતા માટે
સંઘર્ષ વગર ની સફળતા નકામી
કરવો છે મારે અનોખો સંઘર્ષ
કાગળ અને કલમ વચ્ચે
કરાવી સંઘર્ષ કાગળ અને કલમ વચ્ચે રચવી છે સરળ શબ્દો માં શ્રેષ્ઠ ગાથા ઓ મારે
સંઘર્ષ કરી વીજળી ના ચમકારે દોરા મા પરોવવા છે શબ્દરૂપી અમૂલ્ય મોતી કાવ્યમાળા માટે
જ્ઞાનસાગર મા ઊંડી ડૂબકી મારી વીણવા છે શબ્દોરૂપી સાચામોતી કવિતા લખવા માટે
સંઘર્ષ વગર મળતા નથી બેઠા બેઠા પરિણામો
મળે સફળતા પછી પણ સંઘર્ષ રાખવો પડે જારી
ટોચ ઉપર રહેવા માટે
કર સંઘર્ષ તું તારા અસ્તિત્વ માટે
કર સંઘર્ષ તું તારા સ્વાભિમાન માટે