Gujarati Quote in Blog by HD Raval

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મુજને રે નથી અભિમાન
કુદરતનું છે વરદાન
સુખ દુઃખના સૌ સંગાથી
વિધિનું છે લખાણ
તાપ છાયો આવ્યા કરે
વિચલીત ના કર તન
કરેલા કર્મોનું છે ફળ
દુઃખી ના કર મન
ઉડાય એટલું ઉડજે
છેલ્લે ધરતીનો છે સંગ
રે મનુષ્ય સુખથી રહેજે
કાયાનો નથી કોઈ રંગ
માટીનું છે આ મડદું
મનમાં રાખીશ ના કોઈ રંજ
મનથી મુક્ત થઈ જા
પૂર્ણ બનશે આ મરણ
વધારે કાંઈ લખવું નથી
અંતિમ છે આ ક્ષણ
પારકું સમજી છોડી દે
આવે નહીં કોઈ તારી સંગ

~HD

Gujarati Blog by HD Raval : 111565924
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now