જયારે જીવન ચોતરફ અસ્તવ્યસ્ત લાગે.
જમીન સમી જિંદગી હરિભરી તોય, બંજર લાગે.
સંવેદના સાથે આમતો થતી રોજ રમત લાગે.
સામો ઉભો ઈશ્વર પણ જાણે આભાસી મૃગજળ લાગે.
દિશાઓ બધી બંધન ને, કઈ થતું કામણટુંમણ લાગે.
એક ઝાટકે બદલાઈ સ્વજનો,અચરજ સાથે છળકપટ લાગે.
હતી એજ દ્યુતક્રીડાને હસ્તીનાપુરની સભા,
પાંડવો કરતા 'દ્રૌપદી'ને હારી ગયાની પીડા વધુ લાગે.
ભાર ઉચકાઈ નહીં, અમુક અંતરની પીડાનો.
જ્યારે પીડા આપનાર પોતાનાજ સ્વજન લાગે.
-Viraj Pandya