ઉપેક્ષા થવી...
આ સંકેત છે, જીવનમાં ઉપેક્ષાના દોરીસંચાર દ્વારા થતાં
નવી ઉમીદનાં તર્કનો તકસંચાર થવાનો.
આ ઊડતી પતંગ જેવી તકને ઝડપી તેના માંજાની ગાંઠ સ્વયંના આત્મસમાદર સાથે બાંધી દઈ, પોતાની નજરમાં ઉપર ઉઠવાનો સ્વર્ણિમ અવસર છે.
પોતાની ઉપેક્ષાનાં કિસ્સામાં ' ખીચડીનો નિયમ ' અપનાવવો.
વધેલી ખીચડી આપણે કેવા સાંજે કે બીજે દિવસે મજેદાર લસણ નાંખી
વઘારીને ઉપયોગમાં લઈએ ! બસ એવુંજ કરવાનું.
કહેવાનો ભાવાર્થ એવો કે, " ઉપેક્ષા સહન કરવાની આવે તો સ્વાર્થી થઈ,
તેનો ઉપયોગ સ્વવિકાસાર્થે કરવાની આવડત કેળવવી, એજ ઉત્તમ ! "
ઉપેક્ષાયોગ = જ્ઞાનયોગ + કર્મયોગ
( હા ! ખરું વાંચ્યું તમે,
જીવન મધુસૂદનનાં નામથી અને ભગવદ્ ગીતાનાં જ્ઞાનથી
મહેકતું જો હશે તો આ શક્ય છે છે ને છે જ ! )
- પંકિલ દેસાઈ