Gujarati Quote in Questions by Alpa Maniar

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભણીગણી ને લાટ બન્યો તું
પછી માબાપને ટાળ્યા તે,
હૈયે રાખી હાથ કહેજે,
આ લક્ષણ શું સારા છે?

માતૃભોમકા ફોલી ખાધીને
પછી ભર્યા ઉચાળા તે
હૈયે રાખી હાથ કહેજે
આ લક્ષણ શું સારા છે?

ધરમ ના નામે ધાડ પાડી
ભર્યા તારા ખજાના તે
હૈયે રાખી હાથ કહેજે
આ લક્ષણ શું સારા છે ?

સ્ત્રી સન્માન ની વાત કરી
ભર ચૌરાહે વેચી છે
હૈયે રાખી હાથ કહેજે
આ લક્ષણ શું સારા છે ?

લક્ષ્મી, સરસ્વતી ના નામ દઇ ને
ભૃણ માંજ એને મારી છે
હૈયે રાખી હાથ કહેજે
આ લક્ષણ શું સારા છે ?

#લક્ષણ

Gujarati Questions by Alpa Maniar : 111564095
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now