Gujarati Quote in Sorry by HD Raval

Sorry quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અજીબ વિડંબના છે
આ ધરતીની ભગવાન
અજીબ વિચારણા છે
આ સમાજની ભગવાન
ધર્મની રક્ષા કાજે અનેક
સંત મહંતો તમે મોકલ્યા છે
એ જ મહંતોના નામે અનેક
સંપ્રદાયો અમે સ્થાપ્યાં છે
મૂળ થડ છોડીને ડાળખાં
પસંદ અમે કર્યા છે
ધર્મના નામે ઘણાં ધર્મો
અમે સર્જ્યા છે
ગુરુમુખે થી સંદેશો
એકતાનો સાંભળી
અલગતાના બીજ
સમાજે રોપ્યાં છે,
અવતારી પુરુષોનો
અવતાર એળે કાઢી
અમે અનેક પાખંડ રચ્યાં છે
વેદોને વાંચ્યા વિના
વેદાંતી અમે બન્યાં છીએ
ગીતાના જ્ઞાન વિના
જ્ઞાની અમે બન્યાં છીએ
ધર્મ પંથ સંપ્રદાયનો
ભેદ ન જાણી
ધર્મરક્ષક અમે બન્યાં છીએ
હિંસા અહિંસાનો ભેદ ન પારખી
મહાત્મા અમે બન્યાં છીએ.

~HD

Gujarati Sorry by HD Raval : 111563410
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now