કહીને તો જો...
તારે ફરિયાદ કરવાની જરૂર જ શું છે
એક વાર તું ફરમાઈશ કરીને તો જો
તારે હઠ કરવાની જરૂર જ શું છે
એક વાર તું હક જતાવીને તો જો
તારે મનમુટાવ રાખવાની જરૂર જ શું છે
એક વાર તું મનમોકળું કરીને તો જો
તારે 'મારું અને તારુ' કરવાની જરૂર જ શું છે
એક વાર તું 'આપણું' કહીને તો જો
તારે માટે તો હું સર્વસ્વ લૂંટાવી દઈ દઉં
એક વાર તું સમર્પણ કરીને તો જો
-હીના પટેલ