વરસતા મેઘનું સપ્તરંગી ધનુષ હું છું
દરિયામાં ઉછળતી લહેરોનો કિનારો હું છું
જરા અમથી નજર તો નાખો
તમારા નયનોનું કાજળ હું છું
વિચારોના વમળોનો સારથી હું છું
હૈયામાં હેતની હેલીનો સંગાથ હું છું
દિલ થી એકવાર પોકારી તો જુઓ
તમારા દિલનો અવાજ હું છું
ખીલેલા પુષ્પોની સુવાસ હું છું
રંગીન મિજાજનો રંગ હું છું
પામી નથી શક્યો તમને, તો શું
તમારા પ્રેમનો અહેસાસ તો હું છું
~ HD