જે વિદ્યાર્થી ને વિનયી બનાવે છે.
જે જ્ઞાન ના અખૂટ સ્ત્રોત ને
શિષ્ય માં ઉતારે છે.
જે લોહ ને કુંઁદન બનાવે છે.
જે અંધકાર નો નાશ કરી,
શિષ્ય ને અજવાળું દેખાડે છે.
આવા અદ્ભુત ગુણો જ તેને શિક્ષક બનાવે છે.
માટે જ દુનિયા તેની સામે શિષ નમાંવે છે
જેની વઢાંમણ માં પણ હોય છે શિખામણ.
એ શિક્ષક પોતે હોય છે
જ્ઞાન થી તરબતર .
વિધ્યાર્થી તરીકે
હોતી નથી કોઇને તેની કદર.
પણ હકદાર છે એ પામવાને આદર.
ઇતિહાસ પણ રહી ચુક્યો છે ગવાહ.
કે શિક્ષકે બદલ્યો હતો
સાધારણ જન નો પણ જીવનપ્રવાહ.
ચાણક્ય એ બનાવ્યો ચંદ્રગુપ્ત ને રાજા..
અને વધારી ગુરૂપદ ની શોભા.
આજે પણ પૂજાય છે શીક્ષકો.
બસ ફેર છે એટલો
કે મન માં એ આદર નથી રહ્યો.
આવો નમિયે એ શિક્ષક ને.
કાબિલ બનાવ્યા જેણે આપણને.
THANK YOU
✍mr માનવી