કેવુ લેખન કેવા શબ્દો વિચારનું બંધુ મંથન,
લખે કોઈ છાપે કોઈ વાંચે કોઈ એવું બંધન.
અટપટું હૈકુ હોય કે, હોય શબ્દ બંધ કવિતા,
પદ્ય રચનાઓ કે સાહિત્ય, બાંધે કેવુ બંધન.
લેખકને મન તો હળવું સ્મિત હોય તેનું લેખન,
મન ભરીને ઠાલવેલું, કઠણ હૃદયથી બાંધેલું તેનુ બંધન.
ઉજાગરાઓ કંઇક હતા, આંખો પર હતા સોજા,
રચનાઓ કંઇક હતી, ના હતા તો શબ્દોના કોઈ બંધન.
કાગળ ના ઢગલા થાતા, સાહીઓ નું દોડતું ઘોડાપુર,
કેટ કેટલી રચના ઓ વચ્ચે જામતા શબ્દોના યુદ્ધ.
કાગળ ફાટવાની ચિચ્ચયારીઓ થતી, શબ્દોનો થતો મેળો,
ફજત ફાળકા શબ્દોમાં લખાતા, રમકડાં બનતા હીરો.
મગજ ફાટવાની નોબત આવતી, સાણા બનતા શબ્દો,
શબ્દોની તો કાયમ ભેજામારી, છતા "સ્વયમભુ" લખતો.
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"