શું ગજબ કરી ગયા એ
ઓળખાણ છુપાવી સાચી
જાણીતા થઈ ગયા એ
જીવન ભરનો સાથ માંગીને
આજીવન તરસાવી ગયા એ
ચાલો ખોટ હતી અમારા સબંધ મા પણ
સાચા સંબંધ ને લજાવી ગયા એ
શ્વાસ સુધી જાલીશ હાથ કહીને
સાથ છોડી ચાલ્યા ગયા એ
કહ્યુ હતું સિંદૂર પૂરીશ તારા માથે
કોઈની માંગ સજાવી ગયા એ
કરવો કેમ વિશ્વાસ એના એ સત્યનો
અસત્ય કહી સાચુ છુપાવી ગયા એ