શિક્ષક
તમારી સાથે જીવન ની ઘણી યાદગાર સ્મૃતિ
સચવાયેલી છે, તમે મારા બાળપણ થી લઈ યુવાની સુધી ની યાત્રા ના સહભાગી જ નહિ પણ પ્રેરણામૂર્તિ રહ્યા છો.
મારા માં વિશ્વાસ મૂકી મને મારા ગુણો, મારી
કાબેલિયત, મારી હોશિયારી, આવડત, ધગસ, ખંત થી અવગત કરાવનારા તમેજ હતા.
તમારી ભણાવવાની પદ્ધતિ , ઉદાહરણ આપી સમજાવવાની રીત હજુ આજે પણ હૃદય ના કોઈ ખૂણે અકબંધ છે , તમારી એ
ભણાવવા ની શૈલી એ જીવન ને નવા દ્રષ્ટિકોણ થી જોવા ની સમજ આપે છે. વર્ગ ના કોઈ નબળા વિદ્યાર્થી ને
વિશ્વાસ માં લઈ તેના માં આત્મવિશ્વાસ જગાવી કાંઈ કરવાની ધગસ જગાવવી એ માટે તમારી કાંઈ કરી છૂટવાની ભાવના જોઈ
હું તમારી વધારે નજીક આવી છુ.
શિક્ષક એટલે એક હાલતી ચાલતી શાળા,
જેમાં જીવન સાચા અને સારા માર્ગે
કંડારવું તેની કેળવણી આપવા માં આવે છે,
" શબ્દ , શોર્ય અને સમજણ નો સાચો સમન્વય એટલે શિક્ષક " જેમને મને
મારી માતૃભાષા થી જોડી ધરા સાથે જોડાયેલી રાખી છે,
શિક્ષણ એક વ્યવશાય નહિ પણ ગૌરવપૂર્વક
કરાતી સમાજસેવા છે. જેમાં તેઓ આત્મ -
વિશ્વાસી, હોશિયાર, આદરણીય પ્રતિભા ઉભારી સમાજ ને અર્પે છે.
દરેક સફળ વ્યક્તિ નિ સાથે ગુરુ ના
આશિર્વાદ રહેલા હોય, અને આજે અમે
જે મુકામ પર છીએ તેનો સગળો શ્રેય
હું મારા ગુરુજનો ને આપુ છુ
આમ " શિક્ષક એ કુદરત તરફ થી મળેલી
મહામૂલી સૌગાત છે "
ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્ણુ ગુરૂદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ