સંઘર્યા છે, સંજોગો સંગ સહેવાસ ના,પણ
થાય ગતિ સ્ખલિત ક્ષણની તો શું કરું ?
પરોવી હથેળી બન્ને ચાલ્યા સીધી વાટે, પણ
અચાનક જો ચરણ ફંટાઈ જાય તો શું કરું ?
ભીંજવે ચિક્કાર અવિરત વરસાદ વ્હાલનો, પણ
ભીતર અસમંજસની અંટસ ન પલળે,તો શું કરું ?
ફેંકી પડકાર વિધાતાને હાંસિલ તો કરું “વિજય” ,પણ
મારા જ પડછાયાનો પરાજય જોઇને શું કરું ?
-વિજય રાવલ