Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બાળપણના દિવસો પણ શું ખૂબ હતા;
ખુશખુશાલ હતા સાથે મિત્રો જો હતા;

લડતા ઝઘડતા સવારે, કરતા કિટ્ટા બુટ્ટા;
સાંજે ફરી પાછા, એકનાં એક થઈ જતાં;

#ઝઘડો કરતાં'તા નાની નાની બાબતોમાં;
નાસમજ હતાં એટલે, એનેજ ભેંટી લેતાં;

સમજદાર થઈને, પડી ગયા છે બધા છુટા;
સાચા થઈ ગયા છે,જે ઝઘડા હતા ખોટા;

હવે આજ આ ઢળતી ઉંમર માં દોસ્તો;
એ ભોળુ બાળપણ રહ્યા હમેશાં ગોતતા;

#ઝઘડો

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111560608
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now