કેટલું કઠીન છે,સંભાળીને બોલવું,
મર્યાદા બહારનું, મર્યાદામાં બોલવું.
ત્રાટક જોઇ તોલૂ શબ્દ, સમય ત્રાજવે,
અંધ વિશ્વાસે, સોંઘુ પડે મોંઘુ બોલવું.
અશકય છે, કંટકો ને નજરઅંદાજ કરી,
ફક્ત ફુલ,ખુશ્બુ કે ચમન પર જ બોલવું.
ભણાવે એ, હવે મને પાઠ ચુપકીદીનાં,
ઘૂંટી જીંદગી, જેને સમજાવતાં કેમ બોલવું.
બનવાં શ્રેષ્ઠ વક્તા,બનો પહેલાં શ્રેષ્ઠ શ્રોતા,
રાખજે યાદ જો હોય સદાય મધુર બોલવું.
-વિજય રાવલ