ગૌરાંગ કાનન નો શાળા સમય નો મિત્ર છે ! કાનન એ CS ભણ્યું અને એક MNC માં નોકરી લીધી ! ગૌરાંગ એક સરકારી સંસ્થા માં જોડાયો M Com કર્યાં પછી ! બંને નો સંપર્ક ચાલુ જ હતો ! ગૌરાંગ ની પત્ની માન્યતા ને એ વાત પસંદ નોહતી ! એ હંમેશા એ બંને ના સંબંધ વિશે શંકા કરતી ! કાનન ના પતિ મિહિર એ બાબતે ખૂબ સમજદાર હતા અને એમ ને ક્યારેય કાનન અને ગૌરાંગ ના સંબંધ ને શંકા ની નજર થી નોહ્તો જોયો !
એક વાર ચારે જાણ મળી ને Goa ગયા દરિયા ને કબજ્જે કરવા ! યુવાન હૈયા અને દરિયા ની લહેરો એમ ને ખૂબ મસ્તી કરી ! શાળા ના દિવસો ની યાદ કરતા કરતા ગૌરાંગ અને કાનન મશગુલ થઇ જતા અને થોડી વાર ભૂતકાળ માં સારી પડતા ! એ બંને એક બીજા ને ખુબ સારી રીતે જાણતા અને સમજતા પ્રેમ પણ કરતા પણ એક અનન્ય મિત્ર તરીકે ! માન્યતા ને આ બધું ખટકતું ! એવું નોહતું કે એને કાનન નોહતી ગમતી પણ સ્ત્રી સહજ ઈર્ષા અને એક પુરુષ અને સ્ત્રી મિત્ર ના હોઈ શકે એ ગ્રંથિ એને સ્વીકાર વા જ નોહતી દેતી કે કાનન અને ગૌરાંગ ખૂબ સારા મિત્રો છે ફક્ત મિત્રો !
મિહિર ની પુખ્ત નજર થી માન્યતા ની શંકા છુપી ના રહી શકી ! જયારે કાનન અને ગૌરાંગ TT રમવા ગયા ત્યારે માન્યતા એકલી પડતાજ મિહિરે એને એમ કહ્યું કે જો કાનન અને ગૌરાંગ same gender ના હોત તો તને વાંધો હોત, અને આ સાંભળતા જ માન્યતા ને પોતાની માંદી વિચાર શ્રેણી પર પસ્તાવો થયો અને એને તરત નિશ્ચય કર્યો કે જેમ કાનન અને ગૌરંગે દાખલો પૂરો પડ્યો છે એક સ્ત્રી અને પુરુષ ની નિર્દોષ મૈત્રી નો એમ એ પણ પોતાની ઈર્ષા અને શંકા ને ત્યજી ને એક દાખલો પૂરો પાડશે મિહિર ની જેમ !
#દાખલો