દાખલા માંડયા'તા જીવનમાં પ્રેમના,
એટલે બેશક સરવાળાથી શરૂઆત હતી.
ખબર હતી એ સમયે કે કરવી પડશે
બાદબાકી, ક્રોધ, ઈર્ષ્યા અને લોભની.
નિ:શેષ થયાં દુર્ગુણો ત્યારે ખીલ્યું જીવન,
સાચા અર્થમાં ભાગાકાર થયો વિશુદ્ધતાનો.
ગુણાકારની રમતમાં એવા ફસાયા કે,
ગુણ અને આકારમાં મોહી સમય વેડફ્યો.
અને જ્યારે જિંદગાનીના અવયવ પાડ્યા
ત્યારે ફક્ત બચ્યા'તા સ્વજનો ને સદ્દગુણો.
#દાખલો