Quotes by દીપા in Bitesapp read free

દીપા

દીપા

@dkd2114gmailcom


લાગણીના તાણાવાણા ગૂંથીને,
એક હૂંફાળું આવાસ રચ્યું છે.

સંબંધોનો ધારદાર સાથ લઈને,
સંબંધીઓથી આવાસ રચ્યું છે.

બહુરંગી દુનિયાના ખેલ જોયા પછી,
પોતાની દુનિયાનો આવા રચ્યું છે.

ચાર ખોખાથી મકાન બનાવી,
તરબતર પ્રેમથી આવાસ રચ્યું છે.

આમ તેમ ઘણું ભટક્યા પછી,
પોતાનું એક આવાસ રચ્યું છે.
DK(રાધા)
#આવાસ

Read More

હું છું શિકારી
મેં કર્યો શિકાર
એવી લડાઈ માંહોમાંહની!

વાત હોય વસ્તુ,
વ્યક્તિ કે વિચારની
વહેંચવાનો વખત નથી.

હું કરૂ એ જ સત્ય
એવી ગલતફૈમી
તાંતણાં તોડે છે.

નથી સહેવાતી
અન્યની દખલગિરી
ચોટ અહમને થાય છે.

હાલને ભેરુ
સાથી સંગાથી થઈ
દુર્ગુણોને ડુબાડીએ ...
DK(રાધા)
#શિકાર

Read More

આજનો માણસ;
ઝંખે છે સુખ, મેળવે છે દુ:ખ,
એટલે થઈ પરિસ્થતિ ડામાડોળ.

આજનો માણસ;
ઝંખે છે વિજય, મેળવે છે પરાજય,
એટલે બને છે સ્થિતિ નાજુક.

આજનો માણસ;
ઝંખે છે આકાશ, મેળવે છે પાતાળ,
એટલે થાય છે ગૂંગળામણ.

આજનો માણસ;
ઝંખે છે પ્રેમ, મેળવે છે દ્વેષ,
એટલે થાય છે ધબધબાટી.

બધાને બધું મળે જીવનમાં જરૂરી નથી,
જે મળે એમાં થાય જો 'આનંદ મંગલ ',
તો જ જિન્દગાની બને 'પરમ સમ્યક સુખધામ.'
DK(રાધા)
#વિજય

Read More

પડી છે ટેવ મને જ મારી ભારે
ગૂંગળાવે છે અંદરોઅંદર જાતે.

ક્યાં કારાનો કોઈ અંત નથી
એના જવાબ પણ અનંત છે.

કેમ ને કોને કહેવુંની ગૂંગળામણ છે
એટલે જ ભારોભાર એકલતા છે.

નિર્વિકાર લાગણીની ક્દર ક્યાં?
એટલે જ તલભાર દ્વેષ થાય છે.

મૂકી બધી ચિંતા મહાદેવના ચરણમાં
બની જવું છે એકરૂપ એના શરણમાં.
#એકરૂપ

Read More

શ્વાસ પરનો વિશ્વાસ ઉધાર છે
બાકી જિંદગી જમા છે.

સમયે ગોંધી રાખેલા પાના અકબંધ છે
એને ક્યાં કોઈની જીહજુરી છે.

વહેતા વહેણમાં તણાતો માણસ
તણખલાથી પણ તુચ્છ ભાસે છે.

આમ તો કોઈની જાત પૂછાતી નથી
ને છડેચોક જાતિવાદ માઝા મૂકે છે.

ક્યાં કહેવું? ને કોને કહેવું?
સભ્યતા એ પણ વાડ બાંધી છે.

પૂરી દો જાત પાતના વિવાદને અંધારી કોટડીમાં
માણી લો મળેલી જિંદગીને ઠાઠમાઠથી.
D.K.D.(રાધા)
#વિશ્વાસ

Read More

આપણે કરી મૂર્તિમાં પ્રાણપ્રતિષ્ઠા ને,
કર્યા ઇશ્વરને સ્થાપિત મંદિરમાં.

મંદિર, મસ્જિદ, દેવાલય ને ચર્ચ,
'જૂજવે રૂપે અનંત ભાસે.'

કરી ફક્ત ટીલાં, ટપકાં ને માળા,
નથી મળતાં પરમાત્મા ખાલી પારામા.

શોધવો પડે છે ભીતરમાં એને પણ,
એમ જ નથી મળી જતો દેવાલયોમાં.

જરૂરી છે એ સ્થાનક આત્મોધ્દ્વાર માટે,
રખે એને માની લેતા સ્થળ પર્યટન સાટે.
D.K.D.(રાધા)
#મંદિર

Read More

કરી હતી સફરની શરૂઆત એણે પણ સંઘર્ષથી,
માનવદેહે જન્મતા જ માતપિતાથી છુટો થયો!

કિશોર વયે છોડાવ્યા પાલક માતાપિતા ને;
એથીય અદ્કો વિષાદ હૃદયેશ્વરી ને છોડતા થયો!

ક્યાં છૂટકો હતો એનીય પાસે પણ છોડવા સિવાય;
ન્હોતું ધાર્યુ માનવ હૃદય આપશે પારાવાર વેદના!

મામા કંશને પણ દંડ દેવો પડ્યો તો ને;
કુવલિયાપીડ ને પણ અવતાર ધન્ય કરી દીધો!

ગેડી દડો રમી ને પવિત્ર કીધું વૃંદાવન;
ને એમ યમુનાના પાણી પણ પાવન કર્યા.

અવિરત ચાલતો રહ્યો પ્રવાહ જીવન સંઘર્ષનો;
એક એક માનવદેહધારી સંબંધ સંભાળવા!

અંતે જીવનલીલા એવી સમેટી કે;
કોઈ સાથી ને સંગાથી સાથે ન લીધા!
D.K.D.(રાધા)
#સંઘર્ષ

Read More

હૃદયમાં ગુપ્ત રાઝ છે અનેક,
એટલે જીવનની આવે છે મહેક.

કોઈ પૂછશો નહિ ને તો ચાલશે,
તોય એ ક્યારીને માલીપા ફાવશે.

હોય દર્દ તો જ જીવવાની મજા છે,
બાકી તો રોજ મરવાની સજા છે.

છે અંતરમનથી સંતોષ કે, નથી ડાઘ,
ચરિત્ર અણિશુધ્ધ હોવાનો મઘમઘાટ .

છે ખુદના ખુદા પર એટલો વિશ્વાસ કે,
નહિ આવવા દે આંચ મનોબળ પર!
D.K.D.(રાધા)
#ગુપ્ત

Read More

માણસ છીએ તો ભૂલ પણ થાય;
ને છે સંબંધ તો લેવડ-દેવડ પણ થાય!

છે જગત તો શરતચૂક પણ થાય,
ને છે મન તો મતભેદ પણ થાય!

છે અપમાનની તમા તો ટંટો પણ થાય,
ને છે અભિમાનની ઉપાધિ તો યુદ્ધ પણ થાય!

છે પરાજયનો ડર તો ઘાવ પણ થાય,
ને છે માનની ખેવના તો ધિંગાણું પણ થાય!

છે ભૂલ તો સજા એ રીત આદિકાળની;
ને થાય પસ્તાવો તો માફી કેમ નહિ?
#પસ્તાવો

Read More

દાખલા માંડયા'તા જીવનમાં પ્રેમના,
એટલે બેશક સરવાળાથી શરૂઆત હતી.

ખબર હતી એ સમયે કે કરવી પડશે
બાદબાકી, ક્રોધ, ઈર્ષ્યા અને લોભની.

નિ:શેષ થયાં દુર્ગુણો ત્યારે ખીલ્યું જીવન,
સાચા અર્થમાં ભાગાકાર થયો વિશુદ્ધતાનો.

ગુણાકારની રમતમાં એવા ફસાયા કે,
ગુણ અને આકારમાં મોહી સમય વેડફ્યો.

અને જ્યારે જિંદગાનીના અવયવ પાડ્યા
ત્યારે ફક્ત બચ્યા'તા સ્વજનો ને સદ્દગુણો.
#દાખલો

Read More