#દાખલો
દાખલો આજે પણ મહેફિલ માં
તારી મારી પ્રીત નો જ અપાય છે....
સાથ હતો ભલે ટૂંક સમય
પણ હતો એ સાચો પ્રેમ 'ને
નિભાવવાની ચાહત હતી બેતરફા
કદાચ એટલે જ દાખલો આજે પણ મહેફિલ માં
તારી મારી પ્રીત નો જ અપાય છે....
ભલે સાથે નથી આપણે આજે
એ નસીબ અને સંજોગો હતા
પણ પ્રેમ આપનો હજી એ જ છે
કદાચ એટલે જ દાખલો આજે પણ મહેફિલ માં
તારી મારી પ્રીત નો જ અપાય છે....
પ્રેમ પૂરો થવો કદાચ અંત નથી હોતો
એક બીજા નો સાથ ઝંખ્યા વિના
એકબીજા ને પ્રેમ કર્યો ને આપણે
કદાચ એટલે જ દાખલો આજે પણ મહેફિલ માં
તારી મારી પ્રીત નો જ અપાય છે....
-પર્લ મહેતા