Gujarati Quote in Thought by Tr. Mrs. Snehal Jani

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગતિ મારી ધીમી દોસ્તી કે સંબંધ તોડવામાં.
ગતિ મારી ધીમી બીજા માટે કોઈ અભિપ્રાય બાંધવામાં.
ગતિ મારી ધીમી બીજાનાં દોરવાયા દોરાવામાં.
ગતિ મારી ધીમી બીજાને આદેશ આપવામાં.
ગતિ મારી ધીમી કોઈને ખરાબ કહેવામાં.
ગતિ મારી ધીમી બીજાને નફરતથી જોવામાં.
ગતિ મારી ધીમી બીજાને નુકસાન કરવામાં.
ગતિ મારી ધીમી જીદ કરીને કોઈ પાસે વાત મનાવવામાં.
ગતિ મારી ધીમી અજાણ્યા પર વિશ્વાસ મૂકવામાં.
ગતિ મારી ઝડપી સંબંધ નિભાવવામાં.
ગતિ મારી ઝડપી જરૂરતનાં સમયે કોઈને મદદ કરવામાં.
ગતિ મારી ઝડપી બીજાને પ્રેરણા આપવામાં.
ગતિ મારી ઝડપી બીજાને ખુશ રાખવાના પ્રયત્નોમાં.
ગતિ મારી ઝડપી ભગવાન પર ભરોસો રાખવામાં.
આમ છતાં પણ મારા મનની ગતિ હજી સમજાતી નથી. હજુ પણ હું એની માલિક બની શકી નથી. મારું મન જ મારા પર રાજ કરે છે.
અને સૌથી વધુ ગતિ તો મારા વિચારોની. અતિ તીવ્ર ગતિથી વિચારો આવે છે અને ક્યારેક ખુશ કરી જાય છે, ક્યારેક ઉદાસ તો ક્યારેક રડાવી જાય છે.
#ગતિ

Gujarati Thought by Tr. Mrs. Snehal Jani : 111556343
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now