# "ગઝલ" #
"ખાલી હાથમાં"
કશુંક ઝંખી રહ્યો, ખાલી હાથમાં.
ને મળી મને પાયમાલી હાથમાં.
ટેરવે ડંખ માર્યો કૂણાં કુસુમે ને,
વેદનાઓ લાગી વ્હાલી હાથમાં.
એક ઘૂંટ બાદ વધુ હું ના પી શક્યો,
ભરેલી હતી ગમની પ્યાલી હાથમાં.
આ હથેળી મારી ઑર ખીલી ઉઠી,
જે દિન તેં લગાવી તાલી હાથમાં.
મૌત પણ ના આવી શક્યું નજીક "Bન્દાસ"
ફરું છું હું કફન ઝાલી હાથમાં.
✍️"Bન્દાસ"
. રાકેશ વી સોલંકી