ભણતર એ એક ઉપર ચડવા માટે ની સીડી છે
ભણતર ને બોજ ન બનવા દો,અપેક્ષા ન પૂરી કરી શકવા ને કારણે કેટલાય બાળકો ભય ના કારણે આ દુનિયા માંથી વિદાય લઈ લે છે.આવું શા કારણે થાય છે..? શિક્ષણ ચોક્કસ જરૂરી છે ભણતર થી જ બાળક નું ભવિષ્ય ઉજળું થાય તે જરૂરી તો નથી ને? અત્યારે તો કેટલાય સ્કોપ હોય છે જે ઉચ્ચ ડિગ્રી વિના પણ આગળ વધવા માં મદદરૂપ થાય છે. આજે જીવન માં ભણતર કરતા ગણતર વધુ કામ માં આવતું હોય છે જો મનમાં ઈચ્છા હોય ક્ષિતિજ ને પામવાની તો કોઈ પણ રીતે પહોંચી શકાય છે આજે જ એક કિસ્સો વાંચી ને મારું મન દ્રવી ઉઠ્યું. એક બાળકે મોતને ગળે લગાડ્યું તે પહેલાં પોતાના પરિવાર ને ચિઠ્ઠી લખી હતી અને એ ચિઠ્ઠી માં બહુ લાગણીશીલ શબ્દો ઉમેર્યા હતા. તેણે લખ્યું હતું કે,ગુજકેટ માં જેવું પરિણામ આવ્યું તેવું નીટ માં આવશે તો? આ બીક થી મે આ કર્યું છે કોઈ ના દબાણ માં આવી ને નથી કર્યું.મારી છેલ્લી ઈચ્છા છે કે મમ્મી મારા ભાઈ ને કેપેબલ બનાવી ને જ તું ઝપજે.હું તમારી ઈચ્છા ન પૂરી કરી શક્યો પણ તમે મારી છેલ્લી ઈચ્છા પૂરી કરજો. હિંમત રાખજો અને વટ થી જીવજો. હવે વિચારવાનું એ જ કે આપણું બાળક મહત્વનું કે ડિગ્રી....?
સમીક્ષા
ના રાખો એટલી ઈચ્છા કે મારા માંથી હું ખોવાઈ જાવ
જો રહીશ આ જગ માં તો ચોક્કસ મારું સપનું સાકાર કરીશ
પણ નિરાશ નહિ કરું કોઈ ને
મારું હુન્નર મારી ઓળખ બનશે
પણ આ જગ માં રહી ને બોજ તો નહિ બનું
અલવિદા કહી ને છોડી દઈશ દુનિયા
પણ હું તમારી અપેક્ષા નો બોજો નહિ બનું...arvik
#બોજો