પોતાની મરજી વગરનું કોઈ કામ જ્યારે કરવું પડે ત્યારે તે એક બોજો બની જાય છે. જો કોઈ એક વ્યક્તિ માટે માત્ર પોતાની પસંદનું કામ ન હોય અને તે બોજો બની જાય તો વિચારો કે આપણાં સમાજમાં કેટલીયે દીકરીઓ એવી છે કે જેને લગ્ન નક્કી કરતી વખતે પૂછવામાં પણ નથી આવતું કે આ છોકરો તને પસંદ છે કે નહીં. કેટલીયે વાર તો છોકરીથી બમણી ઉંમરનાં વ્યક્તિ સાથે એની મરજી વિરૂદ્ધ લગ્ન કરાવી દેવામાં આવે છે. શું આ સંજોગોમાં એ છોકરી માટે આ લગ્નજીવન એક બોજો નથી? આમ થયા પછી પણ જો સાસરે એને હેરાનગતિ થતી હોય તો તો માત્ર લગ્નજીવન જ નહીં પરંતુ એને એની પોતાની જીંદગી પણ એક બોજો જ લાગે છે.
પોતાનાં મન વગર કરેલું કોઈ પણ કામ એક બોજો જ હોય છે. કેટલાયે લોકો એવા છે કે જેની પાસે આ બોજો સહન કર્યા વગર છૂટકો નથી. આજે જ્યારે નોકરીની અછત વર્તાય છે ત્યારે જે કામ મળે તે કરી લેવા વ્યક્તિ તૈયાર થઈ જાય છે. ખબર છે કે એ કામ પોતાને માટે માનસિક બોજો વધારનાર સાબિત થશે તો પણ. એની પાસે આ કામ સ્વીકારવા વગર છૂટકો હોતો નથી.
આમ તો આ શબ્દ પર ઘણું બધું લખાય એમ છે પણ અહીં જ સમાપ્ત કરું છું.
#બોજો