બોજો
===============================
આ જીવન ને બોજો અહંકાર વશ લાગે છે. શરીર મન બુધ્ધિ ઈન્દ્રિયો બધું પ્રાકૃતિક છે, પંચ ભૂત નું અસ્તિત્વ છે
અને ત્રણ ગુણો નું સંચાલન છે.
પરંતુ હું હું જે ચૈતન્ય વિલાસ પ્રકૃતિ માં થાય છે,તે જિજિવિષા એટલ જીવવાની ઈચ્છા અને તૃષ્ણા ના
કારણે જ છે. કર્મનું બંધન પણ અહંકાર એટલે કર્મ કરવા નું કર્તાપણું છે. આ વાસ્તવિકતા છે.
પરંતુ, આપણે એ બધું અળગું રાખી ને વિચારીએ,તો
જેના માટે પ્રેમ છે લાગણી છે, સંબંધો ના તાણાવાણા છે
જે આત્મચેતના નું જોડાણ છે , ત્યાં કોઈ બોજો લાગતો નથી. સહજતા થી માણસ કર્મની ધૂસરી માં જોડાઈ જાય છે.
જ્યાં અનાસક્તિ છે, નિષ્કામ ભાવે નિર્લેપભાવે કર્મછે ત્યાં કોઈ બોજો લાગતો નથી. ત્યાં આનંદ હોય છે