આજે ભલેને તું મૂછમાં બહુ મલકાય છે,
પરાજય પૂર્વેનું તે અભિમાન છલકાય છે
અંધારે અમારા પર તે આક્રમણ કર્યું છે
ભય,હતાશા,લાચારીનું તે રણ ભર્યું છે.
સ્વીકારું છું, યુદ્ધભૂમીએ જાગતા રહેવું,
ક્ષાત્રતેજથી શત્રુ પાછળ ભાગતા રહેવું,
બસ,મારા ભાથામાંનું એક તીર છોડીશ,
જીવલેણ ઘા હશે તું મુઠ્ઠીવાળી દોડીશ,
તારીજ શોકસભાનું આયોજન કરાશે
કોરોના તારા નામ પૂર્વે સ્વર્ગસ્થ લખાશે.
#આક્રમણ