શિખામણ
________
મહાસાગર તું તોફાની બનજે એટલો કે આસમાન ને નીચે આવવું પડે,
પણ રમત રમજો એટલી કે કિનારા ને કદી ના ડરવું પડે.
સુગંધથી મહેંકજો એટલું કે ભમરા ને બાગમાં ભમવું ગમે,
કંટકો, રક્ષા કરજો એવી કે ફૂલો ને બાગમાં ખીલવું ગમે.
પ્રગતિ નો નશો રાખજો એટલો કે જીવન ને તેમાં તરવું ગમે,
ભગવાન બચાવજો એટલું કે , એ દરીયા માં ન ડૂબવું પડે.
દીકરા, ઉંચા બનજો એટલા કે આસમાન પણ નીચું પડે,
પણ ઉંચા ન બનતા એટલા કે , માં - બાપ ને તમારી પાસે નમવું પડે.