અપશુકનિયાળ હોય છે જે નિષ્ફળ હોય છે..
સફળતા ની કોઈ તુલા રાખતા નથી હોતા.
બેદરકાર નો સાચવે છે તમામ હિસાબ કિતાબ..
પણ કામઢા ને અહીં કોઈ પુછતા નથી હોતા.
સમાજ ઘેટાચાલે દોટ મુકે છે સફળ ની પાછળ..
ગીતાકારે કહ્યું છે, એમાં બીજા કોઈ દાવા નથી હોતા..
કોઈ કહેશે, કોઈ સંભળાવશે, વ્યથા એવી મુકો દો..
નવરા સમાજ ના મોઢે કોઈ ગળણા નથી હોતા.
#અપશુકનિયાળ