ટાઈમ ઈસ મની, મની ઈસ ટાઈમ
અત્યાર ના આધુનિક સમય માં બધાની એક ફરિયાદ છે.’ટાઈમ નથી’ શોધકર્તા,વૈજ્ઞાનિક, એન્જીનીયર બધા એવા એવા સાધનોની શોધ કરે છે,જેના વડે માનવીનો સમય બચે.આજે દરેક ઘરમાં સુવિધા માટે વોશિંગમશીન, માયક્રોવેવ,જ્યુશમશીન, ઘરઘંટી જેવી અનેક ઝડપી કામ કરનાર સાધનો ઉપલબ્ધ છે.તે સિવાય ઝડપથી મુસાફરી માટેની સુવિધા આવન,જાવન ઓંછું થાય તે માટે મોબઈલ,ઈન્ટરનેટ,જેવી અનેક સગવડ થી માનવી નો ઘણો સમય બચે છે. આજથી ૨૦ ૨૫ વર્ષ પહેલા જે વાત શેખચલ્લી જેવી લાગતી હતી તે વાત હવે રમત જેવી થઈ ગઈ છે.
તેમ છતા દરેક વ્યક્તિ ની એક જ ફરિયાદ છે. ‘સમય નથી’ કુદરતે આપણે બધાને એક સરખો સમય આપ્યો છે. સફળ વ્યક્તિઓંને અને સામાન્ય વ્યક્તિઓં માટે કોઈ દિવસ-રાત, કલાકોમાં ફેરફાર કે ભેદભાવ કુદરતે રાખ્યો નથી. છતાં બધાની એક જ ફરિયાદ શા માટે?
આપણે આ વિષય પર આપણા માટે વિચારીએ,એક દિવસ માટે પોતાને નિરીક્ષણમાં મુકીએ. આખા દિવસની નોધપોથી બનાવીએ.એક દિવસમાં ક્યારે, કેટલું અને કેવી રીતે કામ કરીએ છીએ? સમયનો સમજદારીથી કે બેજવાબદારીથી ઉપયોગ કરીએ છીએ તે જાત તપાસ કરીએ. આ જાત તપાસ માટે સવારથી ઉઠ્યા ત્યારથી રાત્રે સૂતા સુધીની દિનચર્યાનું નિરીક્ષણ કરી લેવું
જો તમને સમય માટે માન હશે, તમારા કિંમતી સમયની કિંમત ખબર હશે તો તે ક્યાં વેડફો છો તે તરત સમજાય જશે. આ વેડફાયેલા સમય ને તમે ફરી પાછો લાવી ના શકો, પણ ‘જાગ્યા ત્યાર થી સવાર’ હવે તમે તમારા સમયને સારી રીતે આયોજનબંધથી ઉપયોગ જરૂર કરશો.
૨૪ કલાકમાં ઊંઘવાના,જમવાના, મનોરંજન, આમ જરૂરિયાત મુજબ સમયની વહેચણી કરવી. ટાઈમ ટેબલ એકવાર બનાવી આર્મીની રીતે ભલે ના અનુસરો પણ એકવાર ટાઈમ ટેબલ પ્રમાણે કામ કરવાની કોશિષ જરૂર કરજો ’સારું લાગશે’.એક નવો અનુભવ મળશે.