#અપ્રચલિત
"હું ચલિત છું , છતાં પણ પ્રચલિત છું ;
તેજનું એ તત્વ છું, નાનું એવું ટીપ્પણું છું;
હું જ છું, હું જ છું, ને માત્ર હું જ છું;
બસ, એટલો જ અપ્રચલિત છું, અપ્રચલિત છું.
ક્યાં શોધવો મને જ મારી અંદર ને અંદર;
એટલો હું ગૂઢ છું, ને તેથી જ અપ્રચલિત છું.
હું જ જ્ઞાન છું, શક્તિ અપાર છું;
હું અંશ છું; અવકાશ છું; ને તેથી જ અપ્રચલિત છું.
અવિરત વહેતી સરિતામાં હું સરિત છું;
હું જ સાગર, મહાસાગરમાં અલિપ્ત છું;
ને તેથી જ હું અપ્રચલિત છું, પ્રચલિત છું.
### હેતલ ગોહિલ ચૌહાણ
.