" તમેં આ બધું વર્ષો જૂનું ભરી રાખો છો ઘર માં અને કશું કાઢવા દેતા નથી એના કારણે સ્ટોર રૂમ અને માળિયા બધું જ ભરાઈ ગયુ છે.. હવે આ બાબા આદમ ના જમાના ની અપ્રચલીત વસ્તુઓ કોણ વાપરે છે" આવું તો કાંઈ કેટલું ય દર દિવાળી વખતે નિશા બહેન ઘર સાફ કરતા જાય અને બોલતા જાય. નિકુંજ ભાઈ મદદ કરાવતા જાય અને પત્ની ની વાતો હસી કાઢે અને કહે કે સંઘરેલો સાપ પણ કામનો..
ઘર માં મિક્સર બગડ્યું અને બન્ને બાળકો હોસ્ટેલ થી શનિ રવિ ગાળવા આવવાના હતા અને તેમને મમ્મી ના હાથ ની જ ચટણી ખાવી હતી ત્યારે એ #અપ્રચલીત પથ્થર જ વાટવા માટે કામ આવ્યા.. બન્ને પતિ - પત્ની પોતાની મીઠી નોક ઝોક પર હસતાં જાય અને ચટણી બનાવતા જાય..
#અપ્રચલિત