મટુકીનું માખણ સ્પષ્ટપણે કહે છે કંઈક
યમુના નદી નો કિનારો રડીને કહે છે કંઈક,
કદંબની ડાળીઓ પુકારી પુકારી ને કહે છે કાંઈક,
ગાયોનું ટોળું શોધી રહયું છે કાંઇક,
યશોદા મૈયા નો સાદ ખોવાય ગયો છે કાંઈક,
નંદબાબા નો લાલ કોઈ લઈ ગ્યું છે કાંઈક,
રાધા નો કાન છુપાઈ ગયો છે કાંઈક,
સ્પષ્ટ હોયને પણ બધું છે અસ્પષ્ટ કાંઈક,
જાણતા હોવા છતા પણ ક્રિષ્ન નથી કરી શકતા કાંઈક.
#અસ્પષ્ટ