Prem_222:
આમાં ઘણું બધું અસ્પષ્ટ છે પણ ઘણું સ્પષ્ટ સમજાય એવું છે વાંચો...
નેતા ને મારવા આવેલો શાર્પ શૂટર પકડાઈ ગયો પરંતુ સૈનિક ને મારવા ૩૦૦ કિલો આર. ડી. એક્સ લાવવા વાળો હજુ સુધી નથી પકડાયો.
-૭૦ માળની બિલ્ડિંગ બની જશે પણ ૪ માળ સુધી ફાયર ની સીડી નહિ પોહચે.
-અમદાવાદ સ્વચ્છતા માં પહેલા નંબરે પણ વરસાદ આવે ત્યારે દરિયાની વચ્ચે અંદબાર નિકોબાર માં હોય તેવું લાગે.
લોક ડાઉન માં લોકો ક્યાં છે તે ડ્રોન થી ખબર પડે પણ ચોમાસા માં ક્યાં રોડ પર ખાડા છે તે ના દેખાય.
CCTV માં પટ્ટો ક્રોસ કરતા પકડાય પણ દૂધ ની જેમ દારુ ની ફેરી કરનારા ક્યારેય ના જડપાય .
રોડ પર પાર્ક સ્કૂટર દેખાય પણ દબાણ કરતી લારીઓ ના દેખાય.
- કોરોના ફક્ત શાક ની લારી વાળા જ ફેલાવે બાકી રાજકારણી તો રેલી કરીને કોરોના ની રસી જ ગોતે.🙇♂️
#અસ્પષ્ટ