સંકટભરી છતાંય એ મને ગમી હતી,
મેં જીંદગીને આપની બક્ષીસ ગણી હતી.
બહેલાવી ના શકયો કદી દિલ આપના વગર,
ચીજોની આ જગતમાં ભલા કયાં કમી હતી.
બેઠા હતા અમે અને જલતું હતું હ્રદય,
તેથી જ તો એની સભામાં રોશની હતી.
અફસોસ કે દુનીયાએ બનાવી હજાર વાત,
નહિતર અમે તો એક બે વાત જ કરી હતી.❤