Gujarati Quote in Poem by Jayrajsinh Chavda

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાદળોની વચ્ચે આકાશ છે અસ્પષ્ટ,
મેઘાની વચ્ચે વીજળી નથી સ્પષ્ટ;

કોઈ માટે કોઈ છે અસ્પષ્ટ,
કેમકે નથી કોઈનો મતલબ સ્પષ્ટ;

વાસ્તવિક સૃષ્ટીમાં વાસ્તવિકતા છે અસ્પષ્ટ,
કુદરત રચિત દુનિયામાં માણસાઈ નથી સ્પષ્ટ;

અમીરીની ગરીબી છે અસ્પષ્ટ,
ગરીબાઈની જ ગરીબી નથી સ્પષ્ટ;

ભૂખને જમવાનું છે અસ્પષ્ટ,
ભૂખ્યાને ખવડાવવું જ નથી સ્પષ્ટ;

સાચાની કિંમત છે અસ્પષ્ટ,
ખોટાની માયાજાળ નથી સ્પષ્ટ;

સતરંજના ખેલમાં હારજીત છે અસ્પષ્ટ,
જીંદગીના જુગારમાં જોકર નથી સ્પષ્ટ;

સમયની ગતિ બનશે અસ્પષ્ટ,
સામે માણસની મહેનત નથી સ્પષ્ટ;

ભગવાનની દુનિયામાં આજે ભગવાન છે અસ્પષ્ટ,
કેમકે દુનિયાનો દેખાવો જ નથી સ્પષ્ટ.

#અસ્પષ્ટ

-જયરાજસિંહ ચાવડા

Gujarati Poem by Jayrajsinh Chavda : 111551376
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now