છેલ્લા અઠવાડિયાથી આમ તો બંને વચ્ચે તણાવ હતો જ,
છતાં બંને પક્ષ કંઈ પણ અનિચ્છનીય કરવાથી દૂર રહ્યાં.
પક્ષીજગતનાં ગુપ્તચરો દ્વારા ખબર ફેલાઈ ગઈ કે,
"આજકાલમાં સૂરજદાદા નવાં નિશાળિયા વાદળો પર,
તેમનું માન અને મોભો ન જાળવવા બદલ; ' બદનક્ષીનો દાવો ' માંડશે !
છેવટે પ્રકૃતિજગતનાં સભ્યોની મુત્સદ્દીગીરીથી વાદળોએ નમતું જોખવું પડ્યું.
આખરે, તડામાર તૈયારી વચ્ચે તડકાની પધરામણી થઈ !
- પંકિલ દેસાઈ