હ્રદયનું ખાલીપણું સિસકારા મારે છે
જ્યારે તું યાદ આવે છે
આંખો મારી વહેતું ઝરણું બની જાય છે
જ્યારે તું યાદ આવે છે
બિન મોસમ નો વરસાદ વરસી જાય છે
જ્યારે તું યાદ આવે છે
વહેતી નદીમાં વહેણ બદલાઈ જાય છે
જ્યારે તું યાદ આવે છે
ચોમાસું અચાનક પાનખર થઈ જાય છે
જ્યારે તું યાદ આવે છે.
- કેયુર શાહ