#અસ્પષ્ટ
'અસ્પષ્ટ ' પોતે જ અસ્પષ્ટ છે. ઘણું બધું અસ્પષ્ટ હોય છે. જીવન તો અસ્પષ્ટ, ગતિ તો અસ્પષ્ટ, પ્રગતિ તો અસ્પષ્ટ, જીવનની શરૂઆત અસ્પષ્ટ, ઘટનાઓ અસ્પષ્ટ, શ્વાસની આવનજાવન અસ્પષ્ટ, અને જીવન તથા મૃત્યુ પણ અસ્પષ્ટ. અને તેથી જ આ અસ્પષ્ટતા જ જીવન જીવવાની કળા શીખવે છે. છે ને અસ્પષ્ટ. તેથી જ આ જીવન સ્પષ્ટ થઈ શકે છે. અસ્પષ્ટતા છે તો સ્પષ્ટતા છે. જેવી રીતે મૃત્યુ છે તો જીવન છે. ઊચ્છવાસ છે તો શ્વાસ છે. અશાંતિ હોય તો જ શાંતિ શોઝ ચાલે છે. ખરું ને!!! -હેતલ ગોહિલ ચૌહાણ