લખતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ વિચારોને ઘણીવાર કાગળ પર
ઉતારી લઉ છું...
વાંચતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ બીજાના મન ને જાણવાની
કોશીશ કરી લઉ છું...
વ્યક્ત કરતા આવડે છે કે નહી,
એ ખબર નથી!
પણ આ સંસારમાં મારો લખાયેલો
ભાગ ભજવી લઉ છું..
જીવતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ ક્ષણ ક્ષણ માંથી નાની
મોટી ખુશીઓ છીનવી લઉ છું..