Gujarati Quote in Poem by Jayrajsinh Chavda

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"હું_એક_રમકડું"

હે,પ્રભુ હું તારા દ્વારા નક્કી કરાયેલું રમકડું છું,

હું ભાગ્યના લેખે ઘડાયેલું રમકડું છું,

હું પ્રકૃતિના નિયમો મુજબ આવેલું રમકડું છું,

હું લાગણીઓના ભાવે ખરીદાયેલું રમકડું છું,

હું સબંધોની સીમામાં રહેલું રમકડું છું,

હું મતલબી ચાવીથી ચલાવાયેલું રમકડું છું,

હું પ્રેમની ભૂખના અભાવથી મરતું રમકડું છું,

હું હૂંફની તરસના અભાવે તડપતું રમકડું છું,

હું એક આશાની કિરણે ચોરાયેલું રમકડું છું,

હું નવા નવા સપનાઓમાં જીવતું રમકડું છું,

હું દુનિયાદારીની ઠોકરો ખાતુ રમકડું છું,

હું અંતે સ્વાર્થી દુનિયાથી તૂટેલું રમકડું છું,

અને પ્રભુ તું ફરીવાર કોઈ રમકડું બનાવે,

તો એવું બનાવજે કે,
તે કહી જ ન શકે કે,
"હું એક રમકડું છું....."

-જયરાજસિંહ ચાવડા

Gujarati Poem by Jayrajsinh Chavda : 111550381
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now