બેજાન આ કોરા કાગળ પર
ના મેળાપની વેદના લખું છુ.
દર્દભર્યા જખ્મોના ઉઝરડા પર,
મલમ, હું શાહીથી લખું છું.
વાદળીઓના અંધકારમાં
સૂરજનો પ્રકાશ લખું છુ.
હૃદયની તૃષ્ણાઓને સંગમ
શમણાઓનો લખુ છુ.
સમજાય તો સમજજે,
નહીં તો હુ અમસ્તુ જ લખુ છું.
નિઃશબ્દ છે કલમ તેથી,
શબ્દોની વાચા લખુ છુ.