લગ્ન ના પંદર વર્ષે ભગવાને કથા અને કાનન ની શેર માટી ની ખોટ પુરી હતી. માનસિક વીકાસ ના ધારા ધોરણ પ્રમાણે દીકરી કહાની નો વિકાસ પૂરતો ન હતો. જ્યારે ઘણી બધી શાળા માં થી નિષ્ફળતા સાંપડી ત્યારે કથા એ જાતે જ ઘરે કહાની ને વિશિષ્ટ ઢબે શિક્ષા આપવાની શરૂ કરી. જ્યારે તેને ધાર્યું પરિણામ મળ્યું ત્યારે વિચાર આવ્યો કે કહાની જેવા કેટલા બાળકો શિક્ષા થી બાકાત રહી જતા હશે? વળી બીજા બાળકો હોય તો કહાની ને પણ શાળા જેવો માહોલ મળે. સોશ્યિલ મીડિયા પર કથા એ પોતાના અનુભવો વિશે લખવા માંડ્યું. થોડા જ દિવસો માં ઘણા બાળકો અને તેમના માતા- પીતા એ ભેગા થઈને આપ બળે જાણે આ બાળકો માટે ની ઘર શાળા જાતે જ ઉભી કરી દીધી.. હવે તેઓ આ #વિશિષ્ટ શાળા ચલાવા માટે ની #વિશિષ્ટ તાલીમ પણ લઇ રહ્યા છે.
#વિશિષ્ટ