#વિશિષ્ટ
કંઈક તો વિશિષ્ટ હતું તારા માં
કે પાગલ બની ને જીવતી હું
તારી પાછળ પાગલ બની ગઈ....
કંઈક તો વિશિષ્ટ હતું તારામાં
કે પોતાની દુનિયા માં જીવતી હું
તારી દુનિયા ની આસપાસ જીવતી થઇ ગઈ.....
કંઈક તો વિશિષ્ટ હતું તારામાં
કે ખુદ ની પણ ચિંતા ન કરતી હું
તારી ચિંતા માં ભાન ભૂલતી થઇ ગઈ...
કંઈક તો વિશિષ્ટ હતું તારામાં
કે કોઈ નું ન માનતી હું
તારું બધું જ માનતી થઇ ગઈ.....
કંઈક તો વિશિષ્ટ હતું તારામાં
કે પ્રેમ માં વિશ્વાસ ન કરતી હું
તને જ પ્રેમ નો પર્યાય સમજી બેઠી...
ખરેખર, કંઈક તો વિશિષ્ટ હતું તારામાં
કે ખુદ ની શોધ માં નીકળેલી હું
આજે પણ તારી શોધ માં ફરું છું....
-પર્લ મહેતા