માં જાય એટલે મોસાળ જાય,,,,,
બાપ જાય એટલે કુટુંબ જાય.....
આ બંને કહેવત નો અનુભવ જીગર ને બરાબર થઈ ગયો....પહેલા જીગર ના પપ્પા,,,,પછી સોળ વરસની ઉંમરે જીગર ના મમ્મી પરલોક સીધાવી ગયા. સગા સંબંધીઓ તો ઘણા છે પણ પોતાનો સગો ફક્ત એના
મોટો ભાઈ જ. ઘરમાં રાંધનાર કોઈ હતું નહીં એટલે જીગર ના ભાઈ લગ્ન સાદાઇ થી પતાવ્યા.
જીગર ને એવું હતું કે માબાપ નથી એટલે ભાઈ ભાભી માબાપ સમાન છે,,પણ ધારણાઓ ખોટી પડી.
ભાભીએ તો જીગર પર દુઃખ પાડવા નું શરૂ કરી દીધેલુ.
જીગર નો ભાઈ નોકરી એથી આવે એટલે જીગર વિરુદ્ધ
ફરિયાદ કરે,,,,,,,એમાં ને એમાં તો જીગર ને એકવાર એટલી જોરમાં તમાચો મારીને ગાલ સોજવી નાંખેલો.
જીગર કયારેક એકાંત માં રડતો ને પોતાની મમ્મીને યાદ
કરીને બોલતો કે,,,,,,મમ્મી, તું મને સાથે કેમ ના લઈ ગઈ?
જીગર ના દાદા એના માટે ભણવા ના રુપિયા મૂકી ગયેલા
તે દગાબાજી થી સહી કરાવી ને લઈ લીધેલાં.
જીગર ને ખાવા નું પણ વાસી આપતી એની ભાભી.
ભણવા માટે ના પૈસા ચોરી લેતી. ટુંકમાં જીગર જીવવા નું એટલું બધું દુઃખી કરી નાંખેલું કે નેવું કિલોના વજન વાળો
જીગર પંચાવન કિલો પર આવી ગયેલો.
પણ જીગર ને એક વાત નું દુઃખ ની સાથે આશ્ચર્ય
થતું હતું કે સગા ભાઈ ને પણ મારી કંઇ પડેલી નથી!!!
સગા ભાઈ ભાભી હોવા છતાં જીગર ને સગાં વાદ
જેવો કોઈ અહેસાસ કે લાગણી થતાં નથી.
આ સત્ય ઘટના છે. જેની પ્રતયક્ષ દરશી હું છું,,જીગર
મારા દીકરા નો મિત્ર છે. હાલ તો જીગર સુખી મેરેજ લાઈફ જીવે છે.....
તા23-8-20
ભારતી મોદી સુરત....