રહ્યું નથી...
મારુ હોવા છતાં મારુ રહ્યું નથી.
તારુ હોવા છતાં તારુ રહ્યું નથી.
ભટકે જીવ ઘણી જગ્યા એથી,
મળવું કંઈ અઘરું રહ્યું નથી.
બંધ આંખને દેખાય તુંજ મને,
છું અજવાળું અંધારું રહ્યું નથી.
તું અહીં ધબકે એજ જાણુંછું હું,
દિલ તારું છે પરભારુ રહ્યું નથી.
કોક'દિ આવી બેસે કોઈ અહીંયાં,
એ શુષ્ક'' 'મન' હિયારુ રહ્યું નથી.
- "શુષ્ક" પિરોજપુરી (પાલનપુર)