પરિચય
ક્યારેક પાનખર માં વૃક્ષ બની ખીલું છુ,
ને ક્યારેક ભર વસંતે સુકું પર્ણ બની થથરું છુ
ક્યારેક બનું છુ આ સળગતો સુરજ
ને ક્યારેક આકાશે આવારા પંખી બની વિહરું છુ
ક્યારેક મન મૂકી જીંદગી નો શ્વાસ ભરું છુ
ને ક્યારેક કોઈ ડર વગર આઝાદી નો એહસાસ કરું છુ
ક્યારેક પ્રેમ માં પડવાની નાદાનિયત કરું છુ,
ક્યારેક છુ શીતળ જળ, ક્યારેક ચિનગારી બનું છુ.
- Kush
#poem #Gujarati #identity #ગુજરાતી