ભૂલી ને સધળી વ્યથા કથા,
ચાલને રચીએ નવી પ્રથા.
ના મારૂ ના તારુ એવુ,
રચિએ વિશ્વ સહિયારુ.
લેવાય નહિ કોઈ અગ્નિપરીક્ષા,
થાય નહિ કોઈ ચીરહરણ!!!
કંસ, રાવણ ને સ્થાન નથી અહીં
સંતાનોને એવી સમજણ દઈએ.
લઇ પાઠ જૂની વ્યથાકથા નો,
સમાજ રચીએ એક નવી પ્રથા નો
ઇર્ષા,સ્વાર્થ ના બંધન તોડી
સ્નેહના સગપણ સાચા જોડિ
ચાલને રચીએ એક નવી જ કથા....
🙏🙏
#કથા