ગણપતિ બપ્પા
કવિ શ્રી મનીષ પાઠક'શ્વેત'
હાથ જોડી વિનવું માનોને મારું,ગણપતિ બપ્પા,
સૌની માફક હું ય પણ બોલીશ સારું,ગણપતિ બપ્પા.
મન વગર કેવી રીતે આવકારું, ગણપતિ બપ્પા,
આ વરસ આખુંય થઇ ગ્યું સાવ ખારું,ગણપતિ બપ્પા.
પાછલા વરસોમાં સુઃખનાં કેટલાયે દિવસો આવ્યાં,
તોય કાયમ નામ લીધું છે તમારું,ગણપતિ બપ્પા.
ભાવતા પક્વાન તમને આ સમય ક્યાંથી ધરું,બોલો?
કોઈ ઈચ્છા પણ તમારી હું નકારું,ગણપતિ બપ્પા.
લોકલાજે આજ લીલા તોરણે,તમને ઘરે હું લાવું,
ને ચઢાવું અર્ધ્યમાં હું આંસુ મારું,ગણપતિ બપ્પા.