ચાલને આજ કથા કરીએ..
તું વક્તા બની પ્રેમનું ભાષણ કર,
હું શ્રોતા બની પ્રેમનું ભાષણ ગ્રહણ કરી,
આલને આજ કથા કરીએ...
તું રાધા બની ગોપી સાથે રાસ રમ,
હું કૃષ્ણ બની તારામાં મંત્રમુગ્ધ થાવ,
ચાલને આજ કથા કરીએ...
તું મીરા બની મારા પ્રેમમાં સમાય જાય,
હું સ્યામ બની તારા પ્રેમરસ માં ડૂબી જાવ,
ચાલને આજ કથા કરીએ...
તું નરસિંહ બની હર વખતે બોલાવ્યા કરે,
હું ગિરધારી બની તારી વ્હારે આવ્યા કરું,
ચાલને આજ કથા કરીએ..
તું પ્રહલાદ થઈ મારા રોમે રોમમાં વસી જાય,
હું નરસિંહ રૂપ લઈ તારા જીવનનો ઉધ્ધાર કરું,
જીત ગજ્જર
#કથા