જયારે નિહારે મને કીધું કે એને મારા માટે કૈક વિશેષ લાગણી છે તો મને નવાઈ લાગી ! એવું નોતું કે મારી સાથે આવું નોહ્તું થયું પેહલા ! રૂપાળી અને ચબરાક તો હું પેહ્લે થી હતી અને એટલેજ બહુ વાર કેટલાય લોકો માટે વિશેષ બની જતી ! નિહાર અને હું ૧૦ વર્ષ થી એક બીજા ને જાણતા હતા ! મારો ખુબ સારો મિત્ર સમજતી એને હું , પણ આજે જયારે આ વાત જાણી તો નવાઈ લાગી ! ક્યાંય સુધી માની જ ના શકી અને અમારા વચ્ચે ની મૈત્રી અબોલા માં બદલાઈ ગઈ !છેક મોડા સમજાયું કે જ્યારથી હું અને નિહાર એક બીજા સાથે વાત નોહતા કરતા તે વખત થી દરેક વખતે promotion નિહાર ને જ મળ્યું ! અને કેમ
ના મળે , હું ક્યારેય એની સાથે ફરી સામાન્ય થઇ જ ના શકી અને એને મારી સાથે રમત રમી ને એ office ના દરેક કામ માં મને પાછળ કરી દીધી ! Manager નેહા નો પણ એ લાડકો થઇ ગયો ! મને સમજ ના આવ્યું કે હું મૂર્ખ વધારે
હતી કે પછી ભોળી ?
#ભોળો