બધાને મજા છે, માણસને સજા છે.
ધરતી,આકાશ,પશુ,પંખી,પવન
ઝુંપડી,મહેલ, ડુપ્લેક્સ કે ફ્લેટ, ભવન
સૌને ક્યાં કોઈ પરવા છે.?
બધાને મજા છે, માણસને સજા છે.
ઝાડ,ફૂલ,છોડ,વેલ ઉભા અડીખમ,
બાંધ,સરોવર,નદી, નાળા ભર્યા ધરખમ.
કોઈને કોઈનો ભય નથી સૌને મઝા જ મઝા છે.
બધાને મજા છે, માણસને સજા છે.
લડે છે માણસ લાકડાની તલવાર લઈને,
નિર્ણય જીવવાનો ધારદાર કરીને.
જોયું જશે જે થાશે એ વિચાર ધરીને,
અડીખમ રહેવું છે ભલે ઝંઝાવાત ઘણાં છે.
બધાને મજા છે, માણસને સજા છે.
જો તું લડીશ એકલો આ કાળમાં.
કરીશ સામનો આ સમયનો શાનમાં,
જશે અંધકાર અને ઉગશે સૂરજ નવો.
જીતશે વિશ્વાસ અને જીતવાની શ્રદ્ધા છે.
બધાને મજા છે, માણસને પણ મજા છે.
જે હારી જાય અધવચ્ચે એને જ સજા છે.
અશોક ઉપાધ્યાય.